Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ગુજરાત વિધાનસભાનું સત્ર સમાપ્ત : સત્ર દરમિયાન કુલ ૨૦ વિધેયકો પસાર કરાયા : સત્ર દરમિયાન મંજૂરીથી થઈ ૪ અહેવાલ સભાગૃહ સમક્ષ મુકાયા

કંટ્રોલર ઓડિટર જનરલના ૨૦૧૮-૧૯ના વર્ષના અહેવાલ તેમજ તાલુકા જિલ્લા પંચાયતનો ઓડિટ અહેવાલ પણ રજૂ કરાયા

ગાંધીનગર : ગાંધીનગર સચિવાલય ખાતે વિધાનસભાનું મળેલ સત્ર સમય અવધિ બાદ પૂર્ણ થયું છે. સત્ર દરમિયાન અનેક ઠરાવો - અહેવાલો વિધાનસભામાં રજૂ થયા હતા

સત્ર દરમિયાન વિધાનસભાની કુલ ૬ બેઠકો મળી હતી, સત્ર દરમિયાન વિધાનસભાએ કુલ ૪૩ કલાક ૩૫ મિનિટ કામ કર્યું હતું . સત્ર દરમિયાન કુલ ૭ પ સભ્યશ્રીઓએ ચર્ચામાં ભાગ લીધો હતો . સત્ર દરમ્યાન કુલ ૯ સ્વર્ગસ્થ મહાનુભાવોના અવસાન અંગે સભાગૃહમાં શોકદર્શક ઉલ્લેખ કરવામાં આવ્યા હતાં . સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્નોની કુલ -૪૦ સૂચનાઓ મળી હતી તેમાંથી ૦૯ સૂચનાઓ દાખલ કરી હતી અને ગૃહમાં મૌખિક ચર્ચા થઈ હતી , સત્ર દરમિયાન અતારાંકિત પ્રશ્નોની કુલ ૩૮૯ સૂચનાઓ મળી હતી .

તેમાંથી અતારાંકિત પ્રશ્નોની સૂચના ર ૬ પ સૂચના દાખલ કરવામાં આવી હતી અને ૧૨૪ અતારાંકિત પ્રશ્નોની સૂચના નામંજૂર કરી હતી . સત્ર દરમિયાન કુલ ૨૦ સરકારી વિધેયકો ગૃહે પસાર કર્યા હતા . નિયમ -૧૨૦ અન્વયે એક સરકારી સંકલ્પ સભાગૃહમાં પસાર કરવામાં આવ્યો હતો . સત્રના છેલ્લા દિવસે " રાજ્યમાં ઔદ્યોગિક પોલિસી -૨૦૨ " અંગેના છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી . નિયમ -૪૪ આન્વયે જાહેર આગત્યની બાબત પર માનનીય મુખ્યમંત્રી દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું હતું અને નિયમ -૧૧૬ અન્વયે મંત્રીશ્રીનું ધ્યાન દોરતી બે સૂચના પર માન , મંત્રીશ્રી દ્વારા નિવેદન કરવામાં આવ્યા હતાં . સત્ર દરમિયાન કુલ - ર સમિતિની બેઠકો મળી હતી અને જુદી જુદી સમિતિઓના કુલ -૪ અહેવાલ સભાગૃહના મેજ ઉપર મુકવામાં આવ્યા હતા . બંધારણ તથા પ્રવર્તમાન કાયદાની જોગવાઇઓ અન્વયે બોર્ડ / કોર્પોરેશનોના કુલ -૩૫ અહેવાલો સભાગૃહના મેજ ઉપર મુકવામાં આવ્યા હતા . સત્ર દરમિયાન અનુમતિ મળેલ ૪ વિધેયકો વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યા હતા .

ઉપરાંત ૩૧ અધિસૂચનાઓ અને ૧૧ વટહુકમ અને ૧ બાંહેધરી પત્રક તેમજ ભારતના કોસ્ટ્રોલર અને ઓડિટર જનરલના સન ૨0૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ના વર્ષના હિસાબો અને ઓડિટ અહેવાલ અને નિરિક્ષકશ્રી , સ્થાનિક ભંડોળ હિસાબના સને ૨૦૧૬-૨૦૧૭ના વર્ષના જિલ્લા અને તાલુકા પંચાયતોના હિસાબો પરનો ઓડિટ અહેવાલ તા .૨૫ / ૦૯ / ૨૦૨૦ ના રોજ સભાગૃહના મેજ ઉપર મૂકયા હતા . વધુમાં માન . ધ્યક્ષશ્રીએ તા .૨૧ / ૦૯ / ૨૦૨૦ ના રોજ ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદ પર ગુજરાત વિધાનસભાના અનુસૂચિત આદિજાતિના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૈકી ખાલી પડેલ જગ્યા પર એક પ્રતિનિધિની ચૂંટણી કરવા માટેના કાર્યક્રમની સભાગૃહમાં જાહેરાત કરી હતી .

(9:40 pm IST)
  • દિલ્હીના 2 કરોડ નાગરિકોને કેજરીવાલ સરકારની મોટી ભેટ : હવેથી 24 કલાક પાણી મળશે : પાણી વિતરણ માટે બાબા આદમના વખતની ટેક્નોલોજીના સ્થાને અદ્યતન ટેક્નોલોજી અમલી બનાવાશે : પાણીની પાઈપ લાઈન ખોલવા માટે હેન્ડલ ઘુમાવવાને બદલે સેન્ટ્રલાઈઝડ સિસ્ટમ લાગુ કરાશે : કર્મચારી ઓફિસમાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી કામગીરી સંભાળશે access_time 12:35 pm IST

  • " સપનોકા સૌદાગર " : કોંગ્રેસ આગેવાન દિગ્વિજય સિંહે શ્રી નરેન્દ્ર મોદીને આપી ઉપમા : લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરવા બધું અગાઉથી નક્કી જ હોય છે : કોરોનાનો કહેર વધ્યો તો સુશાંત સુશાંત : ચીને જવાનોને માર્યા તો રિયા રિયા : જીડીપી 23 ટકા તો કંગના કંગના : કિસાનો સડક ઉપર તો દીપિકા દીપિકા : એટલે જ તો " સપનોકા સૌદાગર " access_time 12:20 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અશ્લીલ ગીત ગાઈ રહેલા બતાવતો " ફેક " વિડિઓ વાઇરલ : 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વિજેતા થતા અશ્લીલ ગીત ગાતા બતાવ્યા : દિલ્હી કોર્ટમાં દાવો દાખલ : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પશ્ચિમ વિહાર પોલીસને એફ.આઈ .આર.દાખલ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો access_time 7:45 pm IST