Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

દર્દીઓના નામ નહીં પણ વિસ્તાર જાહેર કરવો જરૂરી

ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો

ગાંધીનગર,તા.૨૫ :ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓના નામ જાહેર કરવાને લઇને હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે સરકારેને દર્દીઓના નામ નહી પરંતુ વિસ્તાર જાહેર કરવા અંગે સૂચન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ તંત્ર દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓના નામ જાહેર કરવામાં આવતા હતા. કોરોના સંક્રમિત દર્દીઓના નામ જાહેર કરવાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં કોરોના દર્દીઓના નામ જાહેર નહીં કરવા અપીલ કરવામાં આવી હતી. જેને લઇને હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે હવે કોરોનાના દર્દીઓના નામ નહિ પણ વિસ્તાર જાહેર કરવો જરૂરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કરતા કહ્યું કે લોકોની ગુપ્તતાના અધિકારીને માન આપવું જરૂરી છે. કોરોના સંક્રમિતોના નામ જાહેર કરવા અંગેની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો છે. અરજદારે સરકાર-જિલ્લા પ્રશાસનને કોરોના દર્દીઓના નામ નહી જાહેર કરવા માગ કરી હતી.

(9:24 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST

  • યસ બેંકના રાણા કપૂરનો લંડન સ્થિત 127 કરોડ રૂપિયાનો ફ્લેટ ED દ્વારા જપ્ત : રાણા કપૂર આ ફ્લેટ વેચી નાખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક પગલું લીધું access_time 8:46 pm IST

  • ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો આજે જન્મદિવસ : 26 સપ્ટે.1932 ના રોજ પંજાબમાં જન્મ થયો હતો : 2004 થી 2014 ની સાલ દરમિયાન દેશના વડાપ્રધાન તરીકે ફરજ બજાવી હતી : ચોમેરથી શુભ કામનાઓનો વરસી રહેલો ધોધ access_time 12:09 pm IST