Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અમદાવાદમાં બારેમેઘ ખાંગા : સરખેજમાં એક કલાકમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો : અનેક અંડરપાસ બંધ :વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલાયા

વીજળીના કડાકા ભડાકા સાથે ઝંઝાવાતી વરસાદ : ઠેર ઠેર પાણી ભરાયા : અખબાર નગર, શાહિબાગ, વેજલપુર, નારાણપુરા સહિતના પાંચ અંડરબ્રિજ બંધ કરાયા

 

અમદાવાદશહેરમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે.ભારે પવન સાથે ધોધમાર વરસાદે અમદાવાદને ઘમરોળી દીધુ છે. અમદાવાદના તમામ વિસ્તારમાં વીજળીના કડાકા અને ભારે પવન ધોધમાર વરસાદ   વરસી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, રસ્તામાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સૌથી વધુ સરખેજમાં  એક કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

  રાત્રે અનરાધાર વરસાદથી  જજીસ બંગ્લો વિસ્તારમાં ગટરો ઉભરાઇ છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અખબાર નગર, શાહિબાગ, વેજલપુર, નારાણપુરા સહિતના પાંચ અંડરબ્રિજ બંધ કરાયા છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે. સાબરમતી નદીમાં વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલાયા છે.

સમગ્ર અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળાવિસ્તારોમાં પાણી ભરાયા હતા સાબરમતી નદીમાં પાણીની આવક થતા વાસણા બેરેજના દરવાજા ખોલાયા છે 

અમદાવાદ શહેરશહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં શહેરના પાલડી, સાયન્સસીટી, મણિનગર, જીવરાજપાર્ક, વેજલપુર, શિવરંજની, નહેરુનગર, જોધપુર, ગુલબાઈ ટેકરા, એસજી હાઇવે વિસ્તારમાં વરસાદ ભારે વરસાદ વરસ્યો છે. આંબાવાડી, ભૂયંગદેવ, સત્તાધાર, નારણપુરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે શહેરના વસ્ત્રાલ, રામોલ, રિંગ રોડ, પંચવટી, ગોતા, આશ્રમ રોડ, ચંદખેડા, પ્રહલાદનગર, વાડજ, રાણીપ, બાપુનગર, સરસપુર, રખિયાલ, બોપલ, આંબલી, નવરંગપુરા, ખાડીયા, સીટીએમ, સરખેજ, જૂહાપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે.

અખબાર નગર અંડરબ્રીજમાં પાણી ભરાયું છે. પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે. એક કલાકમાં ભારે વરસાદથી શહેરમાં પાણી પાણી. થયું છે

(12:24 am IST)