Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સાંજે ભરૂચમાં વાતાવરણમાં પલટો : ભારે પવન સાથે ગાજવીજ વરસાદ : વીજપોલમાં ધડાકો થતા અંધારપટ્ટ

ભરૂચમાં બપોર બાદ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ વરસ્યો હતો ભરૂચમાં તોફાની બેટિંગ કરતા વીજ થાંભલાઓમાં ધડાકા થતાં અંધારપટ છવાયો હતો.

ભરૂચ શહેર જિલ્લામાં બપોર બાદ વાદળોની ફોજ આવી પહોંચતા પૂરઝડપે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ભરૂચ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતાં વાહન ચાલકોએ પણ વરસાદથી બચવા માટે સુરક્ષિત જગ્યા શોધવા મજબૂર થયા હતા. ભરૂચ શહેરના જ ઝાડેશ્વર તુલસીધામ શાકભાજી બજારમાં પણ પથારાવાળાઓમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

(9:08 pm IST)