Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અમદાવાદમા વેસ્ટેજ પ્લાસ્ટીકની આડમા દારૂની હેરાફેરીનો પર્દાફાશ : 29 લાખનો મુદ્દામાલ જપ્ત:બે આરોપી ઝડપાયો

ક્રાઈમ બ્રાંચે નારોલ સર્કલ નજીક 448 પેટી વિદેશી દારૂના જથ્થો ઝડપ્યો

અમદાવાદ : અમદાવાદમા વેસ્ટેજ પ્લાસ્ટીકની આડમા દારૂની હેરાફેરીના નેટવર્કનો પ્રર્દાફાશ થયો છે. 448 પેટી વિદેશી દારૂના જથ્થા સહિત 29 લાખનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાંચે જપ્ત કર્યો છે. કુલદીર વર્મા અને રાકેશ ચમાર નામના બે વ્યકિતની ધરપકડ કરવામા આવી છે.

   આ અંગે મળતી વિગત ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે નારોલ સર્કલ નજીક વોચ ગોઠવીને ટ્રકમા વેસ્ટેજ પ્લાસ્ટીકનો જથ્થાની આડમા જઈ રહયા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા  આ જથ્થો હરીયાણાના સંદેશ નામના વ્યક્તિ પાસેથી લાવ્યા હોવાનુ તપાસમા બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે બન્ને આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

(8:23 pm IST)