Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ભરવાડનું ધરપકડ વોરંટ રદ કરવાની અરજી કોર્ટે ફગાવી

ડીવાયએસપી જેએમ ભરવાડની મુશ્કેલી વધી : ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૭૦ હેઠળ ધરપકડ વોરંટ

અમદાવાદ, તા.૨૬ : રૂપિયા આઠ લાખના લાંચ કેસમાં રાજકોટના ડીવાયએસપી જે.એમ. ભરવાડની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટે જે.એમ ભરવાડ સામે ઈશ્યું કરાયેલું ધરપકડ વોરંટ રદ કરવા ઈન્કાર કર્યો છે. જેને પગલે ડીવાયએસપી ભરવાડની આ કેસમાં મુશ્કેલી વધી છે. અગાઉ નીચલી કોર્ટ દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૭૦ હેઠળ ડીવાયએસપી જે.એમ.ભરવાડ સામે ધરપકડ ઇશ્યુ કરાયેલું છે. ધરપકડ વોરંટ રદ કરવા માટે ભરવાડે હાઈકોર્ટેમાં અરજી કરી હતી. જે અરજીને હાઈકોર્ટે ફગાવી છે.

ઉલ્લેખનીય છે કે, એસીબીએ જેતપુરમાં છટકું ગોઠવીને એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા હતા. જેની તપાસમાં ડીવાયએસપી જે.એમ. ભરવાડનું પણ નામ સામે આવ્યું હતું. ચકચારભર્યા આ કેસમાં ડીવાયએસપી જે.એમ.ભરવાડે પોતાની સંભવિત ધરપકડ ટાળવા માટે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી પણ દાખલ કરી હતી પરંતુ હાઇકોર્ટેથોડા દિવસ પહેલાં જ ભરવાડની આગોતરા જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ હવે હાઇકોર્ટે ડીવાયએસપી ભરવાડ સામેનું ધરપકડ વોરંટ રદ કરવા સામે રાહત માંગતી તેમની અરજી પણ ફગાવી દીધી છે, જેને લઇ હવે ડીવાયએસપી ભરવાડની મુશ્કેલી વધી છે.

(8:19 pm IST)