Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

રીલાયન્સ ફાઉન્ડેશન અને ગ્રામયંત્ર ટેકનોલોજીના સયુંકત પ્રયાસથી મેઘરાજના રાજગોળ-નવાઘરામાં સી.સી.ટી.વી રિપેરિંગ તાલીમ કાર્ય

રોજગારીલક્ષી તાલીમ દ્વારા ગ્રામીણ યુવાનોમાં કૌશલ્યમાં વધારો કરવાના હેતુથી સી.સી.ટી.વી રિપેરિંગ તાલીમની શરૂઆત

રીલાયન્સ ફાઉન્ડેશન અરવલ્લી જિલ્લામાં સરકારી વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કરી ગ્રામીણ લેવલે જરૂરિયાત ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રવુતિ દ્વારા ગ્રામવિકાસ ની કામગીરી હાથ ધરવામાં આવે છે

  તાજેતરમાં મેઘરજ તાલુકાના રાજગોળ ગામમાં આઈ. ટી.આઈ તથા દસ ધોરણ સુધી અભ્યાસ કરેલ યુવાનો સાથે મિટિગમાં ચર્ચા કરતા તેમના દ્વારા રોજગારલક્ષી તાલીમની માંગ કરવામાં આવી જેને ધ્યાનમાં રાખી રીલાયન્સ ફાઉન્ડેશન રાજગોર-નવાઘરા પંચાયત સાથે ચર્ચા કરી તાલીમ અંગેની માંગ અંગે દરખાસ્ત તૈયાર કરાવી ગ્રામ યંત્ર ટેક્નોલોકજી વાંકાનેર(ભિલોડા) નો સંપર્ક કરી દરખાસ્ત સબમિટ કરાવી જે દરખાસ્તની વહીવટી મંજૂરી મળતા ત્રીસ યુવાનો સાથે સી.સી.ટી.વી રિપેરિંગની એક મહિનાની તાલીમની શરૂઆત કરવામાં આવી છે 

 ઉપરોક્ત તાલીમને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયતનો પણ નોંધપાત્ર ફાળો રહેલ છે

(6:50 pm IST)