Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ખેડૂત બેન્કમાં ૭.૧૨નો દાખલો અને આઇડી આપશે તો ૧પ દિવસમાં કિશાન ક્રેડીટ કાર્ડ મળશેઃ દર વર્ષે વગર સિક્યોરીટીએ રૂ.૧.૬૦ લાખ લોન સ્‍વરૂપ અપાશેઃ નડિયાદમાં કેન્‍દ્રીય કૃષિમંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ આ યોજના ટૂંકમાં કાર્યરત કરાશે તેવી જાહેરાત કરી

ખેડા: કેન્દ્ર સરકાર ખેડુતો માટે કિશાન ક્રેડીટ કાર્ડ યોજના લાવી રહી છે. આ યોજના થકી દેશના ખેડુતને દર વર્ષે વગર સિક્યોરીટીએ રૂપિયા 1.60 લાખ લોન સ્વરૂપે મળશે. નડિયાદ ખાતે આવેલા કૃષી મંત્રી પુરષોત્તમ રૂપાલાએ મોદી સરકાર દ્વારા અર્થતંત્રને સધ્ધર લાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે વાત કરી હતી.

જે દરમ્યાન કૃષી ક્ષેત્રે અને ખાસ કરીને ખેડુતોનું જીવન ધોરણ ઉચું લાવવા સરકાર દ્વારા થઇ રહેલા પ્રયાસો બાબતે તેઓએ વાત કરી હતી. રૂપાલાએ જણાવ્યુ હતુ કે, 2014માં કેન્દ્રમાં મોદીની સરકાર બનતા કૃષી ક્ષેત્રે 8 લાખ કરોડ રૂપિયા ધીરાણ કર્યું હતું. જે બાદ 2019માં તે આકડો 14 લાખ કરોડે પહોચ્યો હતો. તેમ છતા હજુ પણ દેશમાં હજુ એવા ખેડુતો છે, જે ઇન્સ્ટીટ્યુસનલ ધીરાણ મેળવી રહ્યા નથી. આવા ખેડુતોને સરકાર તરફથી સીધુ ધીરાણ મળી શકે તે માટે સરકાર આગામી સમયમાં કિશાન ક્રેડીટ કાર્ડ લાવવા જઇ રહી છે.

જે માટે ખેડુતે બેન્કમાં તેનો 7-12નો દાખલો અને એક આઇડી આપવાથી 15 દિવસમાં જ તેને કિશાન ક્રેડીટ કાર્ડ મળી જશે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી સરકાર જનધન યોજનાની જેમ ખેડુતો માટે કિશાન ક્રેડીટ કાર્ડ લાવવા જઇ રહી છે. અગાઉ 2014માં સરકારે એગ્રી કલ્ચર ધીરાણ માટે 8 લાખ કરોડ રૂપીયા ફાળવ્યા હતા. જે આકડો 2019માં 14 લાખ કરોડ સુધી પહોચ્યો છે. આટલુ મોટુ ધીરાણ આપ્યા બાદ સંસ્થાગત ધિરાણ લેનાર ખેડુતની સંખ્યા 6.3 કરોડ છે. 7 લાખ કરોડ જેટલા ખેડુતો સંસ્થાગત ધિરાણ લેવા આવતા નથી. એટલા માટે આ ખેડુતો માટે અમે કિશાન ક્રેડીટ કાર્ડની યોજના બનાવી છે.

(5:52 pm IST)