Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

નવરાત્રીમાં યુવક-યુવતિઓએ ટ્રાફિક નિયમોના ટેટુ કરાવ્યાઃ સોશ્યલ મીડિયામાં તસવીરો વાયરલ

અમદાવાદ: 29 સપ્ટેમ્બરે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં જોરોશોરોથી તેની તૈયારી થઈ રહી છે. આ નવરાત્રિમા એક તરફ ટેટુ પણ એટલું જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ નવરાત્રિમાં યુવાનો અને યુવતીઓએ ટ્રાફિક નિયમોના પણ ટેટુ કરાવ્યા છે અને જે ખુબ વાયરલ થઈ રહ્યા છે.

ટેટુ દોરાવાનો નવો ટ્રેન્ડ 

આ વખતે યુવતીઓએ ટ્રાફિકનાં થીમ પર પણ ટેટુ બનાવ્યું છે. આ રીતે અલગ અલગ થીમ પર લોકો ટેટુ દોરાવીને નવરાત્રિનું સેલિબ્રેશન કરવા માટે તૈયાર છે. આ વખતે નવરાત્રિમાં ટેટુના બહાને લોકોએ દેશ પ્રેમ ઉજાગર કર્યો છે. કલમ 370 હટાવવાને લઈને પણ લોકોએ અપીલ કરી છે. તો કોઈએ હેલ્મેટ પહેરવાની વાત પણ દર્શાવી છે. તો કોઈએ બેટી બચાવો અને બેટી પઢાવોની થીમ પર પણ ટેટુ બનાવ્યા છે.

વરસાદની આગાહી વચ્ચે ખેલૈયાઓ કરાવશે વોટરપ્રૂફ મેકઅપ

યુવાધને નવરાત્રી માટેની તડામાર તૈયારીઓ કરી લીધી છે. પણ ત્યાં જ નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નવરાત્રીમાં ગુજરાતમાં હળાવાથી ભારે વરસાદ આવી શકે છે. વરસાદને લઈને ખેલૈયાએ પણ મેકઅપ માટે તૈયારી કરી લીધી છે અને વોટરપ્રૂફ મેકઅપ કરાવી રહી છે. 

(5:49 pm IST)