Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અમદાવાદના એસપી રીંગ રોડ અને આણંદના નિયમોનું ઉલ્લંઘન કરાતા પીયુસી સેન્ટર સસ્‍પેન્ડ

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં નિયમોનું ઉલ્લંઘન કરતા 2 પીયુસી સેન્ટરોને આરટીઓ એસ.પી.મુનિયાએ 3 મહિના માટે સસપેન્ડ કર્યા છે. એસપી રિંગ રોડ પર આવેલા વ્રજ મોટર્સ તેમજ સાણંદમાં આવેલ ઋતુરાજ પીયુસી સેન્ટરની ચકાસણી કરતા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને અમદાવાદ આરટીઓ દ્વારા બન્ને પીયુસી  સેન્ટરોના  લાઈસન્સ 3 મહિના માટે સસપેન્ડ કર્યા છે. રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવતા RTO અને પીયુસી સેન્ટરોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. આવી જ લાંબી લાઈનોનો ફાયદો લઈને કેટલાક પીયુસી સેન્ટરોમાં પીયુસી કાઢવા માટે નિયત રકમ કરતા વધારે ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે.

(5:47 pm IST)