Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ખંભાત રૂરલ પોલીસે સાંજના સુમારે ધમધમતા જુગારધામ પર દરોડા પાડ્યા: 5 શખ્સોની 6910ની રોકડ સાથે ધરપકડ

ખંભાત: રૂરલ પોલીસે ગઈકાલે સાંજના સુમારે ભુવેલ ગામના એતાબાઈ મંદિરની પાછળ આવેલા ચરામાં છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં પાંચ શખ્સોને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૬૯૧૦ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલા શખ્સોમાં રણજીતભાઈ પશાભાઈ રાઠોડ (ઉંદેલ), સંજયભાઈ માનસિંહભાઈ ચાવડા (ઉંદેલ), ભઈલાલભાઈ ડાહ્યાભાઈ ઠાકોર (વત્રા), નટુભાઈ ભાઈલાલભાઈ સોલંકી (ઉંદેલ)અને કાળુભાઈ ખોડાભાઈ કણઝરીયા (ભુવેલ)નો સમાવેશ થાય છે.

(5:30 pm IST)