Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

આણંદ-બોરસદ રોડ નજીક હિટ એન્ડ રન: કારે ચાલકે બાઇકને હડફેટે લીધી: બાઈક ચાલકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો: ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:આણંદ-બોરસદ રોડ ઉપર આવેલા દેદરડા પાસે ગઈકાલે સાંજના સુમારે હીટ એન્ડ રનની બનેલી એક ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બોરસદ રૂરલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને ટક્કર મારી ફરાર થઈ ગયેલા કારના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો અનુસાર આણંદ ખાતે રહેતા અને બોરસદની એક કંપનીમાં નોકરી કરતાં વિઠ્ઠલભાઈ પાન્ડા ગઈકાલે સાંજના સુમારે નોકરી પરથી છુટીને પોતાના બાઈક નંબર જીજે-૨૩, બીકે-૧૮૭૫ ઉપર પરત આણંદ આવવા નીકળ્યા હતા. સાંજના ૬.૧૦ મિનિટે દેદરડા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી સફેદ કલરની આઈટેન કાર નંબર જીજે-૨૩, એચ-૮૧૯૧એ ટક્કર મારતાં તેમને માથામાં તથા પગના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ટક્કર માર્યા બાદ કારનો ચાલક ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયો હતો.

(5:27 pm IST)