Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

વડગામના છાપીમાં યુવતીને શારીરિક માનસિક ત્રાસ આપી સાસરિયાએ દહેજ પેટે 5 લાખની માંગણી કરતા સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડગામ :તાલુકાના છાપીની યુવતિને શારિરીક અને માનસિક ત્રાસ આપી પતિ તેમજ જેઠ દ્વારા રૃ. લાખ રોકડાનુ દહેજની માંગણી કરવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવતિએ પતિ તેમજ જેઠ વિરુદ્ધ છાપી પોલીસ મથકે મંગળવારે ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ છાપી ખાતે રહેતા હનીફ ઈન્દ્રિશભાઈ ખત્રીની દિકરી અંદલીલના લગ્ન ગત તા.૧૯--૧૯ના રોજ મહેસાણા ખાતે રહેતા મોહસીન ખત્રી સાથે થયા હતા. દરમિયાન શરૃઆતમાં ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો અને પાંચ મહિના બાદ અંદલીલના પતિ અને જેઠ દ્વારા મહેણા ટોણા મારવા સાથે દહેજમાં તારા પિતાએ બરાબર આપ્યું નથી તેવું જણાવી ત્રાસ આપવા સાથે ઘરમાંતી તગેડી મુકી હતી. ત્યારબાદ તા.૧૮--૧૯ની રાત્રે અંદલિનના પતિ છાપી આવી ધમકી આપવા સાથે કહેલ કે તમો અંદલીલને મોકલશો તો હું તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા પીડિત યુવતિએ પતિ મોહસીન ખત્રી તેમજ જેઠ અલતાફ અબ્દુલસત્તાર ખત્રી વિરુદ્ધ શારિરીક અને માનસિક ત્રાસ આપવા સહિત દહેજમાં રોકડા રૃ. લાખ નહિ આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા બન્ને વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

(5:23 pm IST)