Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

વડોદરાના નવાપુરા વિસ્તારમાં ચાર સંતાનની વિધવા માતા પર મિત્રતા કરી યુવકે એસિડ એટેકની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતા ગુનો દાખલ

વડોદરા: શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી ચાર સંતાનોની વિધવા માતાના  હિન્દુ યુવક હોવાની ઓળખ આપીને મુસ્લિમ યુવકે ફ્રેન્ડશિપ કરી હતી.   ત્યારબાદ વિધવા મહિલાને એસિડ એટેકની ધમકી આપી  યુવકે વારંવાર શારીરિક સંબંધો બાધ્યા હતા. જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા એસ.સીએસ.ટી. સેસ વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષની મહિલાના પતિનું ૧૦ વર્ષ પૂર્વે અવસાન થયુ હતુ. મજૂરી કામ કરતી મહિલા ચાર સંતાનો અને  વિધવા સાસુ સાથે રહે છે. મહિલા અગાઉ સિક્યુરિટીની નોકરી કરતી હતી. સવા બે વર્ષ પૂર્વે  છૂટક મજુરી કરતા યુવક સાથે તેનો પરિચય થયો હતો. યુવકે તેની ઓળખાણ નિલેશ તરીકે આપી હતી. ત્યારબાદ મહિલા અને નિલેશ  અવારનવાર મોબાઈલ ફોન પર વાતચીત કરતા હતા. અને એસ.ટી. ડેપોમાં પણ મળતા હતા. થોડા સમય પછી નિલેશે   મહિલાને ધમકી આપી હતી કે જો તુ મારી સાથે શારીરીક સંબંધ નહી બાંધે તો તારા પર એસિડ નાંખી દઈશ. તેમજ બદનામ કરી જીવવા નહી દેવાની ધમકી આપી હતી.

(5:15 pm IST)