Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર મોબાઈલ તસ્કરોની ટોળકી સક્રિય બની: ચાર ટોળકીએ બે દિવસમાંથી 7 મોબાઈલની ઉઠાંતરી કરી: પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ

વડોદરા:શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલી સોસાયટી અને કોમ્પલેક્ષમાં મોબાઈલ ચોર ટોળકીએ ત્રાસ ગુજાર્યો છે. બે દિવસમાં મોબાઈલ ફોનની ચોરી થઈ છે. જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાત ધરી છે.

અંગેની વિગત એવી છે કે ન્યૂવીઆઈપી રોડ ખોડિયાર નગર નજીક સાકેટ બિલ્ડીંગમાં રહેતા મનોહર રાઘુજી ચૌહાણ મજૂરી કામ કરે છે. ગત ૧૮મી તારીખે તેો જમી પરવારની ઘરની આગળ ખુલ્લામાં સૂઈ ગયા હતા. તે દરમિયાન કોઈ ચોર તેમના બે મોબાઈલ ફોન ચોરી ગયો હતો. જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

(5:14 pm IST)