Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ફાઇલોના ઢગલાથી મુખ્યમંત્રી નારાજ ? ફટાફટ નિકાલ કરવા મંત્રીઓને તાકીદ

ગાંધીનગર, તા. ર૬ : રાજય સરકારનું વહીવટી તંત્ર ખાડે ગયું હોવાની લોકચર્ચાથી મુખ્યમંત્રી ચોકી ઉઠયા છે. રાજયના મુખ્ય મંત્રીએ આ બાબતને ખૂબજ ગંભીરતાથી લઇ આગામી કેબિનેટ બેઠકમાં મંત્રીમંડળના તમામ મંત્રીઓને પોતાના વિભાગની પડતર ફાઇલોની વિગતો રજૂ કરવાની કડક સૂચના આપી હોવાની વિગતો બહાર આવવા પામી છે.

મુખ્યમંત્રીની આ સૂચના પછી મંત્રીશ્રીઓએ પોતાના વિભાગના સચિવને જાણ કરી હોવાની બાત આજે સચિવાલયમાં જોરશોથી ચાલુ થઇ છે. સૌથી વધુ પડતર કેસો નાણા, મહેસુલ, શહેરી વિકાસ, ઉદ્યોગ જેવા મહત્વના વિભાગોના છે. હવે એ જોવાનું રહ્યું કે મુખ્યમંત્રીની આ સુચના પછી પડતર કેસોની કામગીરી કેટલી ઝડપે ચાલે છે.

(4:04 pm IST)