Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

'સ્કૂલ બોય' પાસેથી બનાવટી પોલીસ નાણાં ખંખેરતી હતીઃ આબાદ ઝડપાયા

દિપ પટેલ અને દિવ્યરાજસિંહ ચૌહાણની ધરપકડઃ હવે બનાવટી પોલીસનો આતંક પણ વધતો જાય છે!

રાજકોટઃ અમદાવાદમાં નકલી પોલીસ બની તોડ કરતા શખસોનો આતંક વધી ગયો છે તેવામાં ગત સોમવારે સાંજે હરિદર્શન નજીક આવેલા ૧૦૮ ઓફિસ સામે ઉભો રહેલો ૧૭ વર્ષીય કિશોર તેની ત્રણ કિશોરી મિત્રો સાથે ઉભો હતો. આ સમયે બાઇક પર આવેલા બે શખસોએ પોલીસની ઓળખ આપી ૭ હજારની માંગણી કરી હતી. નકલી પોલીસની હિંમત એટલી વધી ગઈ કે તે નિકોલ પોલીસ સ્ટેસનના કેમ્પસમાં જઇ વિદ્યાર્થીને ધમકાવ્યો હતો અને સાત હજારની જગ્યાએ ૩,૫૦૦ની માંગણી કરી હતી. મંગળવારે પોલીસ સ્ટેશન આવી પૈસા આપી જજે તેમ કહી જવા દીધો હતો. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોધી તપાસ બે આરોપીઓની ધરપકડ કરી હતી. હંસપુરા નજીક આવેલી એક રેસિડેન્સીમાં વેપારી પરિવાર સાથે રહે છે. તેમનો ૧૭ વર્ષીય નાનો પુત્ર ધોરણ-૧૦માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. ગત સોમવારે સ્કેટીંગ સ્પર્ધા અંગે સિલેકશનમાં ભાગ લેવા માટે કિશોર એકટીવા લઇને ગયો હતો. દરમિયાનમાં તેની ૩ ક્રિશોરી મિત્રને લઇને તે હરિદર્શન નજીક આવેલી ૧૦૮ની ઓફિસ પાસે ઉબા રહ્યા હતા અને તેઓ વાતો કરતા હતા. આ સમયે બાઇક પર દિપ હેમતકુમાર પટેલ(રહે.ગોકુલ ડુપ્લેક્ષ-૧, હરિદર્શન નરોડા) અને દિવ્યરાજસિહ બલવિરસિહ ચૌહાણ(રહે.સરીતા રેસિડેન્સી, નિકોલ) આવ્યા હતા.

બંનેમાંથી એક વ્યકિતએ પોલીસની ઓળખ આપી અને જણાવ્યુ કે, હું ઓફ ડ્યુટી છું અને બીજાએ જણાવ્યું કે પિતા પીઆઈ છે. તેમ કહી રોફ માર્યો હતો અને વન સ્ટેપ ડ્રગ્સ ખાવો છે તેમ જણાવ્યુ અને કિશોરને ધમકાવ્યો હતો. કિશોરીઓને જતા રહેવા કહ્યું અને કિશોર પાસે ૭ હજારની માંગણી કરી હતી.

(3:50 pm IST)