Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા બિહાર કોંગ્રેસના પ્રભારી શકિતસિંહજી ગોહિલ

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બિહાર કોંગ્રેસના પ્રભારીશ્રી શકિતસિંહજીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને જન્મદિવસની શુભેચ્છા પાઠવતુ ટવીટ્ કર્યું હતુ. ટવીટ્માં શ્રી શકિતસિંહજીએ જણાવેલ કે ભારતના પૂર્વ સુપર વડાપ્રધાન, ભારતના સૌથી બેસ્ટ નાણામંત્રી, ટોચના અર્થશાસ્ત્રી, મહાન વ્યકિત અને આદર્શ કોંગ્રેસી ડો. મનમોહન સિંહજીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા. તમે પ્રમાણીકતા, અખંડિતતા, નમ્રતાના પ્રતિક છો. જે કહેવાતા ન્યુ ઇન્ડિયામાં જોવા મળતુ નથી.

(3:26 pm IST)