Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ગુજરાતનો વરસાદ ૧ર૭.૪૬ ટકા, ૬ર ડેમોમાં ૭૦ થી ૧૦૦ ટકા પાણી

ગાંધીનગર, તા. ર૬ : રાજયમાં ૧૨૭૬. ૪૬ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે, પરિણામે રાજયના ૯૯ જળાશયો છલકાયા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૯૫૩ મી.મી. એટલે કે સરેરાશ ૧૩૭.૭૩ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૯૫૮ મી.મી. એટલે કે સરેરાશ ૧૧૭.૯૭ ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં ૮૩૧ મી.મી. એટલે કે સરેરાશ ૧૨૫.૩૮ ટકા, ઉત્ત્।ર ગુજરાતમાં ૬૮૬ મી.મી. એટલે કે સરેરાશ ૯૯.૬૯ ટકા અને કચ્છ રીજિયનમાં ૫૭૯ મી.મી. એટલે કે સરેરાશ ૧૪૪.૫૮ ટકા વરસાદ વરસ્યો છે. આમ રાજયમાં સરેરાશ કુલ ૧,૦૨૯.૫૪ મી.મી. એટલે કે, સરેરાશ ૧૨૬.૧૭ ટકા વરસાદ થયો છે.

રાજયમાં ૧૨૭ ટકાથી વધુ સરેરાશ વરસાદ થવાથી રાજયના કુલ ૨૦૪માંથી ૯૯ જળાશયો છલકાયા છે. તા. ૨૫ સપ્ટેમ્બર-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરદાર સરોવર જળાશયમાં ૩,૨૯,૧૮૯.૪૮ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહશકિતના ૯૮.૫૪ ટકા છે. ૬૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે.

ઉત્ત્।ર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૬૧.૨૩ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૭.૬૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૭.૩૭ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૫૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૮૬.૮૦ ટકા પાણીના સંગ્રહ સાથે રાજયના કુલ-૨૦૪ જળાશયોમાં ૫,૦૫,૭૧૪.૩૩ એમ.સી.એફ.ટી. મીટર ઘનફૂટ એટલે કે ૯૦.૮૪ ટકા પાણીનો સંગ્રહ છે.

(3:23 pm IST)