Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતમાં એક ક્લાર્કનો લાંચ લેતો વીડિયો વાયરલ

આવકના દાખલમાં સહી કરાવવા અરજદાર પાસેથી 30 રૂપિયાની લાંચ માંગી

બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતમાં એક ક્લાર્કનો લાંચ લેતો વીડિયો સામે આવ્યો છે. તાલુકા પંચાયતમાં કામ કરતા ક્લાર્કે આવકના દાખલમાં સહી કરાવવા અરજદાર પાસેથી 30 રૂપિયાની લાંચ માગી અને ક્લાર્કનો લાંચ લેતો વીડિયો અરજદારે પોતાના ફોનમાં ઉતારી લીધો હતો

 વીડિયોમાં જોઈ શકાય છે કે અરજદાર નાણાં ન હોવાને કારણે આજીજી કરે છે. જો કે તેમ છતાં ક્લાર્ક સહી કરવાની ના પડે છે અને બાદમાં 30 રૂપિયા લાંચ લીધા બાદ ક્લાર્ક તેને સહી કરાવી આપે છે. હાલ તો ક્લાર્કના લાંચ સ્વીકારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

(2:15 pm IST)