Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સુરતમાં શારજાહ ફ્લાઈટમાં સોનાની દાણચોરી : 11 લાખનું સોનુ ઝડપાયું: કસ્ટમ વિભાગે મુંબઈના યુવકને દબોચી લીધો

સુરતમાં શારજાહ ફ્લાઈટમાંથી સોનાની દાણચોરી ઝડપાઇ છે. ફ્લાઈટમાંથી કસ્ટમ વિભાગે મુંબઈના મનોહર નામના યુવકને ઝડપી પાડ્યો હતો. બાદમાં યુવકની તપાસ કરતા 11 લાખનું 275 ગ્રામ સોનું મળી આવ્યું હતું. સોનુ ઝડપાઈ ન જાય તે માટે આરોપી યુવકે ગુપ્તાંગમાં સોનું છુપાવ્યું હતું.

(2:12 pm IST)