Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અમદાવાદ એરપોર્ટથી વિદેશી ચલણી નોટોની દાણચોરી ઝડપાઈ

અમદાવાદથી મુંબઈ જતા યુવક્ની ધરપકડ : પેન્ટના ભાગે ગુપ્ત રીતે વિદેશી ચલણી નોટો છુપાવી હતી

અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશી ચલણી નોટોની દાણચોરી કરતા મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ વિભાગે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફર પાસેથી ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી ચલણી નોટો ઝડપી પાડી હતી, જેને આધારે તેની પુછપરછ હાથ ધરી હતી

  તપાસ દરમિયાન મુસાફર અમદાવાદથી મુંબઈ જઈ રહ્યો હોવાનું સામે આવ્યુ હતુ અને તેણે પોતાના પેન્ટના ભાગે ગુપ્ત રીતે વિદેશી ચલણી નોટો છુપાવી હતી. હાલ તો કસ્ટમ વિભાગે વિદેશી ચલણી નોટો જમા લઈ યુવકની વધુ તપાસ હાથ ધરી છે.

(2:07 pm IST)