Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

એસપીજી નરેન્દ્રભાઇની સુરક્ષા માટે કોઇ જોખમ લેવા માંગતું નથીઃ અભૂતપુર્વ સુરક્ષાચક્ર

ર જી ઓકટોબરની વાત છોડો, ૩૧ મી ઓકટોબર માટે મહાયુધ્ધના મોરચા જેવી કેવડીયા કોલોનીમાં તૈયારીઓઃ પીએમ પર જૈસ-એ-મોહમદના ખતરાને ધ્યાને લઇ કેન્દ્રીય ગૃહસચિવ અજીતકુમાર ભલ્લા સાથે બીએસએફ, ઇન્ડો તીબેટીયન અને કેન્દ્રીય જાસુસી સંસ્થાના ઉચ્ચ અધિકારીઓના ધાડે ધાડા ઉતરી પડયા : વડાપ્રધાનના બંદોબસ્તની માસ્ટરી ધરાવતા મનોજ શશીધરને ફરી સુકાનઃ હેલીપેડ-સભાસ્થળ આસપાસના સ્થળોનું બારીકાઇથી નિરીક્ષણ

રાજકોટ, તા., ૨૬:  આતંકવાદી સંગઠન જૈસ-એ-મોહમદ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલ પર ખતરો મંડરાઇ રહયાના સેન્ટ્રલ આઇબીના ઇનપુટ આધારે ૩૧મીએ નર્મદા ડેમ (કેવડીયા કોલોની) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનીટીના લોકાર્પણને એક વર્ષ પુરૂ થવા સાથે સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી  અને પ્રોબેશ્નલ આઇએએસ તથા આઇપીએસ  અધિકારીઓની કોન્ફરન્સના ઉદઘાટન માટે વડાપ્રધાનના આગમન સંદર્ભે કેન્દ્રીય ગૃહસચિવ અજયકુમાર ભલ્લા તથા કેન્દ્રની  ટોચની ગુપ્તચર એજન્સીઓના વડા અને ડીજીપી શિવાનંદ ઝા, એસીએસ હોમ સંગીતાસિંહ, સરદાર સરોવર નિગમના  જોઇન્ટ મેનેજીંગ ડાયરેકટર સંદીપકુમાર, બીએસએફ ગુજરાતના વડા જી.એસ.મલ્લીક  અને નર્મદા કેવડીયા કોલોનીના બંદોબસ્તનું સમગ્ર સુકાન જેમને સુપ્રત થયું છે તેવા મનોજ શશીધર સહિતના ટોચના અધિકારીઓના જબ્બર કાફલા દ્વારા કાર્યક્રમ સ્થળોની જગ્યા તથા આસપાસના તમામ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવેલ. ઉકત પ્રસંગે ૧૦૦ થી વધુ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

ટોચના સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ઉકત સમયે ગુજરાતના ગૃહસચિવ બ્રજેશ ઝા, ઇન્ચાર્જ કલેકટર જીન્સી વિલિયમ એસપી હિમકરસિંહ સહીતનો કાફલો પણ ખડે પગે હાજર રહી ઇન્ડો તીબેટીયન (આઇડીબીપી) ના વડા અને સેન્ટ્રલ આઇબીના ટોચના અધિકારીઓને સાથે રહી ઝીણામાં ઝીણી બાબતોથી માહિતગાર થવા સાથે સ્ટેચ્યુ ઓફ યુનીટી પાસે બનેલ હેલીપેડ ખાતેથી જાહેરસભાને સંબોધનાર હોવાથી તે સ્થળનું પણ નિરિક્ષણ કરી બંદોબસ્ત સ્કીમમાં થોડા ફેરફારો કરવામાં આવ્યા હતા.

નવાઇની વાત એ છે કે ર જી ઓકટોબરે ગુજરાત આવનારા વડાપ્રધાનના બંદોબસ્તની તૈયારી કરતા વધુ તૈયારીઓ કેવડીયા કોલોની ખાતે એડવાન્સમાં થઇ રહી હોવાથી અને કેન્દ્રની ટોચની ગુપ્તચર એજન્સીઓ અને બીએસએફ, આઇટીબીપી જેવા મહત્વના દળના ટોચના અધિકારીઓના જમાવડાને કારણે આશ્ચર્ય સર્જાયુ છે. તમામ અધિકારીઓને નર્મદા જીલ્લાના કામો સમયસર પુર્ણ કરવા માટે ચીફ સેક્રેટરી દ્વારા પણ તાકીદ કરવામાં આવતા યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

(1:09 pm IST)