Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ગુજરાતમાં પાંચ દિવસ અલગ અલગ સ્થળે ભારે વરસાદની આગાહી થઇ

ગણેશ ઉત્સવની જેમ નવરાત્રીના પ્રારંભે રંગમાં ભંગ પડવાનો ભય

મુંબઇઃ આગામી પાંચ દિવસ રાજયમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદ પડી શકે છે. સતત વરસાદના કારણે ખેડૂતોના પાકને હવે નુકશાન થવાની શકયતા સર્જાઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં છુટા છવાયા વરસાદની પણ આગાહી થઇ છે. મેઘરાજા નવરાત્રીના પ્રથમ દિવસોમાં રંગમાં ભંગ પાડી શકે છે તેવી પુરી શકયતા છે.  ગઇ મોડી રાત્રે લેવાયેલ ઇન્સેટ ઉપગ્રહની તસ્વીરોમાં વાદળાઓ ઉમટી રહેલા નજરે પડે છે.

(11:36 am IST)