Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સુરતનોએ વેપારી પાંચમા માળની બાલ્કનીએ હાથ જોડી ૧ કલાક બેઠો રહયોઃ પછી ઝંપલાવી દીધું....

પિયુષ પચ્ચીગર વાપીની હોટલમાં ૧ અઠવાડીયુ રોકાયેલઃ વિડીયો ઉતારતા રહયાઃ ભારે અરેરાટી

વાપીઃ વાપી ટાઉનમાં એલઆઈસી ઓફિસ સામે આવેલ હોટલ મહારાજામાં છેલ્લા એક દિવસથી રોકાયેલા સુરતના વેપારીએ હોટલના પાંચમા માળે પહોંચી હોટલના બોર્ડ ઉપર એક કલાક બેસી લોકોને હાથ જોડી અને નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી.

 વાપી ટાઉનમાં પોલીસ મથક અને ફાયર સ્ટેશનથી માત્ર ૫૦ ફૂટના અંતરે આવેલ હોટલ મહારાજામાં આ ચકચારી દ્યટના બની છે. સુરત શહેરના મહીધરપુરા વિસ્તારની ધિયા શેરીમાં રહેતાં   વેપારી પીયૂષ ધીરજલાલ પચ્ચીગર (ઉ.વ. પર) એક અઠવાડિયાથી મહારાજા હોટેલમાં રોકાયા હતાં. તેઓ બુધવારે બપોરે ૧૨ વાગ્યાના સુમાર પાંચમા માળે ગયા અને હોટલના બોર્ડ ઉપર કોઈક રીતે પહોંચી ત્યાંએક કલાક સુધી બોર્ડ ઉપર બેસી રહ્યો હતો. તેને રાહદારીઓએ જોતા ઘટના અંગે હોટલ સંચાલક તથા સામે જ આવેલ વાપી ટાઉન પોલીસ તેમજ ફાયર મથકે પણ જાણ કરી હતી. પરંતુ આ વેપારીએ કલાક સુધી હોટલના પાંચમા માળે બહાર લટકતા બોર્ડ ઉપર બેસી રહ્યા બાદ નીચે મોટી સંખ્યામાં લોકટોળું ભેગું થઈ ગયેલ જોયું તે લથડતા પગે બોર્ડ ઉપર ઊભા થઈને બંને હાથ જોડી આખરે નીચે ઝંપલાવી દેતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થતાં તેનું દ્યટનાસ્થળે મોત નીપજયું હતું. કલાકેક ચાલેલા આ જીવન અને મોતના ડ્રમાને ત્યાં ટોળે વળેલા લોકોએ તથા સામે જ આવેલ પોલીસ મથકના પોલીસકર્મીઓએ તેને બચાવવાની જગ્યાએ તેનો મોબાઈલમાં વીડિયો બનાવવામાં વ્યસ્ત રહ્યા હતા. તેવુ પ્રસિધ્ધ થયું છે.

(11:31 am IST)