Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ઘોલેરા સ્માર્ટ સીટીને વિશ્વસ્તરીય સુવિધાઓથી સજજ કરાશે

આ સ્માર્ટ સીટીની અંદર ઇલેકટ્રીક વાહનો દોડશે * અમદાવાદથી ઘોલેરા મેટ્રો મારફત માત્ર ૪૮ મીનીટમાં પહોંચી શકાશે * રેલ, સડક, હવાઇ અને જળમાર્ગ ઉપર ધ્યાન કેન્દ્રીત * ૯૨૦ ચો. કિ.મી. માં ફેલાયેલ ઘોલેરામાં સીંગાપુરને પણ આટીદયે તેવુ થઇ રહેલ સુદ્રઢ આયોજન

રાજકોટ તા. ૨૬ : સીંગાપુરને પણ આંટી દયે તેવુ ઘોલેરા સ્માર્ટ સીટી વિકસાવવા સુદ્રઢ આયોજન ગોઠવાઇ રહ્યુ છે. ૯૨૦ ચો.કિ.મી.માં ફેલાયેલ ઘોલેરામાં માર્ગ પરિવહન ઉપર વધુ ધ્યાન અપાઇ રહ્યુ છે.

આ સ્માર્ટ સીટીમાં ઇલેકટ્રીક વાહનો દોડાવવામાં આવશે. સડક, રેલ, હવાઇ અને જળ માર્ગનો એવો વિકાસ કરાશે. જેનાથી અંતર અને સમય બનની અવધી ઘટી જાય.

અમદાવાદથી ૮૦ કિ.મી.ના અંતરે આવેલ આ શહેરની અંદર તો ઇલેકટ્રીક વાહનો દોડશે. જયારે અમદાવાદથી અહીં પહોંચવા માટે પણ સીકસ લેન હાઇવે બનાવવામાં આવી રહ્યો છે. આ સીકસ લેન પર અમદાવાદથી ઘોલેરા પહોંચવા ૭૦ મીનીટનો સમય લાગે છે. જયારે મેટ્રોમાં આ અંતર માત્ર ૪૮ મીનીટમાં કાપી શકાશે.

આ સ્માર્ટ સીટીમાં માસ રેપીડ ટ્રાન્સપોર્ટ (એમ.આર.ટી.), બસ રેપીડ ટ્રાન્સપોર્ટ (બી.આર.ટી.) ની સુવિધા પ્રદાન થશે. વળી રીજનલ રેલ કનેકટીવીટીની જેમ મેટ્રો રેલ, વિદ્યુત રેલ ટ્રાન્સપોર્ટ (એલ.આર.ટી.) ઉપલબ્ધ કરાશે.

શહેરા પૂર્વ વિભાગમાં નિર્માણાધીન  ઘોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ અહીંના ઉદ્યોગોને નવી દીશાઓ પ્રદાન કરશે.

મારત માલા પ્રોજેકટ મુજબ અમદાવાદ ઘોલેરા વચ્ચે સીકસ લેન હાઇવે નિર્મિત કરવામાં આવી રહ્યો છે. આ માર્ગ એક કલાકને ૧૦ મીનીટ એટલે કે ૭૦ મીનીટનો સમય લેશે. જયારે મેટ્રો ટ્રેનમાં આ માર્ગ માત્ર ૪૮ મીનીટમાં કાપી શકાશે.

ઘોલેરા એસ.આઇ.આર.થી અમદાવાદની વચ્ચે સીકસ લેન હાઇવે તૈયાર થવાથી અમદાવાદ-રાજકોટ હાઇવે સમાંતરની જેમ ૧૨૦ મીટર પહોળાઇની પટ્ટી તૈયાર થશે. જનો ૯૦ મીટર હીસ્સો  સીકસ લેન હાઇવે તથા ૩૦ મીટર હીસ્સો મેટ્રો લીંકથી જોડાઇ જશે. આ માટેનું ડીઝાઇન વર્ક પૂર્ણ થવામાં છે.

ઘોલેરા સ્માર્ટ સીટી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગર સાથે સંકળાયેલુ રહેશે. પરીણામે ઉદ્યોગોને પુરો લાભ મળશે.

ક્ષેત્રિય રેલ સંપર્કની જમે ઘોલેરાથી ભીમનાથ સુધીની ફ્રેટ રેલ કનેકશન રહેશે. સમર્પિત માલ ગલિયારા (ડીએફસી) દોઢ કલાકના અંતરે રહેશે. જેથી ઘોલેરા એસ.આઇઆર.માં પણ ઘોલેરા રેલ્વે સ્ટેશન  સુચવાયુ છે.

આ સ્માર્ટ સીટીમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે. અહીનું ગ્રીનફીલ્ડ એરપોર્ટ આવતા વર્ષોમાં દેશનું સૌથી મોટુ કાર્ગો એરપોર્ટ પુરવાર થાય તે રીતનું આયોજન  ઘડાઇ રહ્યુ છે. જે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે બે કલાકના અંતરે આવેલુ હશે. જયારે પીપાવાવ પોર્ટ ઘોલેરા સીટીથી ર૦૦ કી.મી.ના અંતરે હોય કેપીટલ ગુડઝ, લીકવીડ અને ગેસનું પરીવહન આસાન રહેશે.

નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત કહે છે કે ઘોલેરા નિયોજીત સ્થાયી શહેરીકરણનું એક દ્રષ્ટાંતરૂપ ઉદાહરણ બની રહેશે.

(11:28 am IST)