Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અહેમદભાઈ પટેલની પિટિશન અંગે સુપ્રિમમાં ૧૫મીએ સુનાવણી

અમદાવાદ, તા. ૨૬ :. રાજ્યસભાની ચૂંટણીમાં વિજયી બનેલા અહેમદભાઈ પટેલની જીતને પરાજીત ઉમેદવાર બળવંતસિંહે હાઈકોર્ટમાં પડકારી છે ત્યારે અલગ અલગ અરજીઓ અંગે થયેલા હુકમ સામે સાંસદ અહેમદભાઈ પટેલે સુપ્રિમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પીટીશન અંગે ૧૫મી ઓકટોબરે સુનાવણી મુકરર કરાઈ છે.

બળવંતસિંહ રાજપૂત તરફથી કરેલ ઈલેકશન પીટીશનમાં હાઈકોર્ટમાં ૨૭મીએ અંતિમ દલીલો થવાની છે ત્યારે નામદાર સુપ્રિમ કોર્ટમાં ૧૫મી ઓકટોબરે સુનાવણી રાખતા બન્ને પક્ષ તરફથી હાઈકોર્ટમાં વિનંતી કરાઈ છે કે સુપ્રિમમાં સુનાવણી પૂર્ણ થયા બાદ અંતિમ દલીલો સાંભળવામાં આવે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બળવંતસિંહ રાજપૂત તરફથી તેમને મળેલી પીટીશન અસલ પીટીશનની જ નકલ છે કે કેમ ? તે ચકાસવા એફએસએલમાં મોકલવા માટેની દાદ માંગતી અહેમદભાઈની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

(11:27 am IST)