Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

રાજ્ય સરકાર લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરશે, પ્રતિ મણ રૂપિયા ૧૦૧૮ ભાવ નક્કી

રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બાદ જયેશ રાદડીયાની જાહેરાત

ગાંધીનગરતા.૨૬:  ચોમાસાની સિઝનમાં ચાલુ વર્ષે મગફળીનો સારો પાક થયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ ૧૦૧૮ની કિંમતથી મગફળીની ખરીદી કરશે. રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, ચાલુ વરસાદની સીઝનમાં સારો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે મગફળીનો પાક પણ સારા પ્રમાણમાં થયો છે જેને હવે રાજ્ય સરકાર દ્વારા ટુંક સમયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી લારૂ કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ૧૨૨ જેટલા સેન્ટરો ઉભા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ મગફળીના વેંચાણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે.

જયેશ રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે કુલ ૨૫ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદનથયું છે. જેમાં ચાલુ વર્ષે રાજ્યના ૧૨૪ સેન્ટરો પરથી ખરીદી કરવામાં આવશે. જ્યારે -તિ મણે ૧૦૧૮ રૂપિયા ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. ખરીદીની પ્રક્રિયા બાબતે રાદડીયાએ જણાવ્યું હતું કે, ૧ ઓકટોબરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે અને દિવાળીના લાભપાંચમના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરશે.

ગત વર્ષે થયેલી મગફળીના કૌભાંડ બાદ રાજ્ય સરકારે આ બાબત પર પગલા પણ લીધા હતાં. જ્યારે આ વર્ષે આવું કંઈ પણ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા અગાઉથી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ જગ્યા અને ગોડાઉનને સ્ટોરેજની મુશ્કેલીના પડે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સ્થાનો પર CCTV મુકવામાં આવશે. આ વર્ષે કુલ ૮ લાખ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે ૪.૫૦ લાખ મેટ્રિક ટન ખરીદી કરી હતી. આ વર્ષે ૫.૫૦ લાખ ટનની ખરીદી મુજબ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

(11:26 am IST)