Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સુરતના વરાછાના કાપોદ્રામાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું :50,000ના મુદામાલ સાથે 10 મહિલાઓની ધરપકડ

 

સુરતના વરાછા વિસ્તારમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું છે જુગાર રમતી 10 મહિલાને પોલીસે પકડી પાડીને રૂપિયા 50000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે

 સામાન્ય રીતે શ્રાવણ અને જન્માષ્ટમીમાં વરાછામાં જુગાર રમાતો હોય છે જેમાં મહિલાઓ પણ સામેલ હોય છે. પણ હવે તો સામાન્ય દિવસોમાં પણ મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ જતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

   વરાછાના કાપોદ્રા વિસ્તારમાં માતાવાડીમાં આવેલા લક્ષ્મીનગરમાં મહિલાઓ જુગાર રમી રહી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં અને 10 મહિલાને જુગાર રમતા પકડી પાડી હતી. પોલીસે દરોડા પાડતા મહિલાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. મહિલા જુગાર એક મહિલા દ્વારા ચલાવવામાં આવતો હતો. પોલીસ તમામ મહિલાઓની ધરપકડ કરી હતી. અને 50 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:41 am IST)