Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

દિવાળીમાં મળશે 14 દિવસની રજા રાજ્ય સરકારે જાહેરનામું કર્યું પ્રસિદ્ધ

19મી નવેમ્બરથી પ્રાથમિક શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

 

ગાંધીનગરઃ રાજ્ય સરકારે નવરાત્રી અને દિવાળીના વેકેશનને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી 8 દિવસનું નવરાત્રી વેકેશન જયારે 5 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી 14 દિવસનું દિવાળીનું વેકેશન રહેશે.રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ તારીખ મુજબ વેકેશન રહેશે.શાળાઓમાં 19 નવેમ્બરથી બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા દિવાળીનું વેકેશન 21 દિવસનું અપાતું હતું. પરંતુ આ વર્ષે નવારાત્રીનું વેકેશન જાહેર કરતા દિવાળીના વેકેશનના દિવસોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

(9:50 pm IST)