Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ખેડૂતોને વળતર સમયસર નહિં મળતા ગાંધીનગર કોર્ટ દ્વારા સરકારી માલ-સામાન જપ્ત

ગુજરાતની પ્રથમ ઘટનાઃ સુપ્રિમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરતા સચિવાલય કેમ્પસના કાર્યપાલક ઈજનેરની કચેરી સામે કાર્યવાહી

ગાંધીનગર, તા. ૨૬ :. ખેડૂતોને સમયસર વળતર નહિ મળતા ગાંધીનગર કોર્ટ દ્વારા સરકારી માલ-સામાન જપ્ત કરી લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. કોર્ટ દ્વારા સરકારી માલસામાન જપ્ત કરવામાં આવ્યો હોય તેવી ગુજરાતની પ્રથમ ઘટના છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગર સચિવાલય કેમ્પસમાં આવેલ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા ખેડૂતોને સમયસર વળતર આપવામાં આવ્યુ ન હતું. જે અંગે કોર્ટમાં અરજી બાદ ગાંધીનગર ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા સરકારી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ખેડૂતોની જમીનના વળતર નહિ મળતા આ મુદ્દે ગાંધીનગર ડિસ્ટ્રીકટ કોર્ટે સરકારી કચેરીમાંથી ખુરશી, ટેબલ, સોફા સહિતની વસ્તુઓ જપ્ત કરી છે.

(5:03 pm IST)