Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

મહેસાણાના સથવારામાં જુના મકાનની દીવાલ ધરાશાયી થતા ત્રણ વ્યક્તિને નાની-મોટી ઇજા

મહેસાણા:શહેરના આઝાદ ચોક વિસ્તારમાં આવેલી સથવારા વાસમાં એક જુના મકાનની કાચી દિવાલ એકાએક ધરાશાયી થતા ત્રણ વ્યક્તિઓને નાની -મોટી ઈજાઓ થઈ હતી.

ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલીક સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.મહેસાણા શહેરમાં પટવાપોળ નજીક આવેલ સથવારા વાસમાં આંટા પટેલના માઢમાં અંકીતભાઈ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે પતરાવાળા જુના મકાનમાં રહે છે.

મંગળવારે બપોરના સુમારે તેમના ઘરની એક દિવાલ એકાએક તુટી પડી હતી. જેમાં અંકિતભાઈ પ્રજાપતિસોનલબેન પ્રજાપતિ સહીત ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. દિવાલ ધરાશાયી થવાની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.

(5:00 pm IST)