Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

પાલનપુરના મેરવાડા નજીક પુલ પાસે વાલનું મશીન નીચે પટકાતા 4 મોજુર મોતને ભેટ્યા

પાલનપુર: તાલુકાના મેરવાડા પુલ પાસે સેફ્ટી વાલનું મશીન કામ કરતું હતું. ત્યારે અચાનક જમીન ધસી જતાં નીચે ખાડામાં ભેખડ સાથે પડી ગયું હતું. તે દરમિયાન નીચે મજૂરો કામ કરતા  ચાર મજૂરો દટાયા હતા. તેમને કાઢવા માટે અન્ય જેસીબી કામે લગાડયા હતા અને ચારને બહાર કાઢવામાં આવ્યા હતા. બેના મોત થયા હતા.

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તાલુકા પોલીસને જાણ થતાં લાશને પી.એમ. માટે સિવિલમાં લાવ્યા હતા.  

રતનપુર અને મેરવાડા વચ્ચે આવેલા પુલની રોડ સાઈડ દિવાલ પ્રોડક્શનનું સેફ્ટી કામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન કોંકરેટ સિમેન્ટનું મિક્ચર મશીન અચાનક ભેખડ સાથે પુલ નીચે પડતાં જ નીચે કામ કરતા ચાર મજૂરો  આ રેતીની ભેખડમાં દટાઈ ગયા હતા. જેમાં બે મજૂરોને ત્યાં હાજર રહેલા અન્ય મજૂરોની મદદ લઈ તાત્કાલિક કાઢી લેતાં  બચાવ થયો હતો.

(5:00 pm IST)