Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

કલોલમાં દસ જેટલી ગાયો મૃત હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ જાગ્યો

કલોલ:માં મહેન્દ્રમીલની ચાલીની આસપાસ તથા પાછળની બાજુએ દશ જેટલી ગાયો મૃત હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટયો છે. 
ચાલીની પાછળ આવેલા સાત ગરનાળા નજીક કેમીકલ કંપનીઓ કેમીકલ યુક્ત પાણી ખુલ્લામાં છોડતી હોય છે. પાણીમાં રહેલું ઘાસ ખાવાથી કે પાણી પીવાથી ગાયોના મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે.

કલોલમાં આવેલી મહેન્દ્રમીલની ચાલી તથા આસપાસના વિસ્તારોમાંથી ૧૦ જેટલી ગાયોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પ્રથમ એક ગાયનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ તપાસ કરવામાં આવતા ૧૦ જેટલી ગાયોના મૃતદેહ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં પણ રોષ ફાટય છે. 
ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. ત્યારે સ્થાનિક લોકોએ કેમીકલનું પાણી ખુલ્લામાં છોડતી કંપનીઓ સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારે છત્રાલના પશુ દવાખાના તબીબ એલ.એસ.પ્રજાપતિ પાસે કલોલનો પણ ચાર્જ હોવાથી તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પશુ ચિકિત્સકે જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ ગાયોના મોત પોઇઝનીંગથી થયા હોવાનું જણાઇ રહ્યું છે. 

(4:59 pm IST)