Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આણંદમાં અગાઉ પરિવારને બેભાન કરી 50 હજારથી વધુની મતાની ઉઠાંતરી કરનાર શખ્સને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

આણંદ: જિલ્લામાં બે વર્ષ પહેલા એક ચોરીને અંજામ અપાયો હતો.જેમાં રાજકોટથી સુરત આવતા એક પરીવાર સાથે બસમાં પેસેન્જર બની બેઠેલ ગઠીયાએ ચોકલેટમાં કેફી દ્વવ્ય ભેળવી કારમાં બેઠેલ પરીવારને ખવડાવી દીધું હતું. જેથી પરીવાર બેભાન થઈ જતા તેમને પહેરેલ સોનાના દાગીના અને રોકડ મળી કુલ ૫૦,૦૦૦થી વધુની રકમ લઈ ઈસમ ફરાર થયો હતો. આ ઈસમને પોલીસે ઝડપી કાર્યવાહી આણંદ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ચોરી કરનાર ઈસમને ૧૦ વર્ષની કેદની સજા અને ૧૦,૦૦૦નો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ ફટકાર્યો હતો.

આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગઈ તા.૨૦-૫-૨૦૧૬ના રોજ મુળ જુનાગઢના મેંદરડા ગામે રહેતા હરેશભા મનસુખભાઈ કાતરીયા (આહિર) જેઓ તેમના પરીવારને લઈ બસમાં સુરત જવા માટે રવાના થયા હતા. આ ઈસમ તેમની સાથે મિત્રતા બાંધી તે પોતે દિલ્હીનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આ બસ તારાપુર ચોકડી પાસે આવી ત્યારે એક હોટલ પર નઈમઅહેમદ મહમંદ ઈલ્લ્યાસ સેફી દ્વારા તેઓને ચોકલેટમાં કેફીદ્રવ્ય ઉમેરી ખવડાવી દીધી હતી.

(4:59 pm IST)