Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

નડિયાદની સિંધી બજારમાં દબાણ હટાવવા ગયેલ ટીમને વિનંતી કરવામાં આવતા કામગીરી અટકાવામાં આવી

નડિયાદ:માં આજે નગરપાલિકાની દબાણ વિભાગની ટીમ સિંધિ બજાર ખાતે પહોંચી હતી. જ્યાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કર્યા બાદ વેપારી સંઘ તેમની સાથે મંત્રણા કરવા માટે આગળ આવ્યો હતો. સંઘના સભ્યો દ્વારા અધિકારીઓને દબાણ ન હટાવવા માટે વિનંતી કરવામાં આવતા પાલિકાની ટીમ પરત ફરી હતી. પરંતુ આ દરમ્યાન ૩-૪ દુકાનના ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા.

રાજ્યભરમાં દબાણ હટાવવાની ઝુંબેશ વચ્ચે આજે નડિયાદ નગરપાલિકા ફરી સક્રિય થઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં દબાણ તોડયા બાદ આજે રેલ્વે સ્ટેશનની સામે આવેલા સિંધિ બજારમાં વેપારીઓ દ્વારા ખડકાયેલા દબાણો હટાવવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી. સિંધિ બજારમાં વેપારીઓ દ્વારા એ હદે દબાણ ખડકાયેલુ છે કે અવર-જવર માટે રસ્તો રહ્યો જ નથી. ચાલતા પસાર થવામાં પણ ભારે મુશ્કલી પડતી હોય છે. તેમાંય વળી દુકાનોમાં આવતો માલ-સામાન ઉતારવા માટેના હેવી લોડેડ વાહનો અને રીક્ષાચાલકોના કારણે અહીં ઉભા રહેવા માટે પણ જગ્યા ન વધતી હોવાનું નાગરિકો જણાવી રહ્યાં છે. 

(4:59 pm IST)