Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વાપી નજીક પસાર થતી દરોઠા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા પોલીસ ફરિયાદ

વાપી:ભિલાડથી પસાર થતી દારોઠા નદીમાં છોડાતા પ્રદૂષિત પાણી અંગે વારંવાર રજૂઆતને પગલે તંત્રએ કંપનીને નોટીસ આપતા પાણી બંધ કરી દીધા બાદ ફરીથી કેમિકલયુકત પ્રદૂષિત પાણી છોડાતા યુવાશક્તિ સંગઠને જીપીસીબીને રાવ કરી છે. સેલવાસના નરોલી ખાતે આવેલી કપની દ્વારા લાંબા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોવા છતાં પોલ્યુશન કન્ટ્રોલ કમિટી નક્કર કાર્યવાહી કરતી નથી. 

યુવા શક્તિ સગઠને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની સરીગામ કચેરીના અધિકારીને કરેલી ફરિયાદમા વર્ણવ્યા અનુસાર ભિલાડથી પસાર થતી દારોઠા નદીમાં છોડાતા કેમિકલયુકત પ્રદૂષિત પાણીને કારણે પર્યાવરણ અને લોકોના આરોગ્યને માઠી અસર પડી રહી છે. 

(4:58 pm IST)