Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સુરતમાં ગણેશ વિસર્જન ડામરયં 87 રક્તદાન કેમ્પમાં 4576 યુનિટનું રક્ત એકત્ર કરવામાં આવ્યું

સુરત: શહેરના દસ દિવસ દરમિયાન ગણેશ ઉત્સવની ઉજવણીમાં બાપ્પાની ભક્તિની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ થઇ હતી. વિવિધ ગણેશ મંડળોએ દસ દિવસમાં ૮૭ રક્તદાન કેમ્પ કરીને ૪,૫૭૬ યુનિટ રક્ત એકત્ર કર્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ આયોજકો વિઘ્નહર્તાની આરાધના સાથે આરોગ્યલક્ષી આયોજન કરી રહ્યાં છે. ગણેશ ઉત્સવ દરમિયાન શહેરમાં વિવિધ મંડળો દ્વારા ઠેકઠેકાણે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના ડો. સુભાષભાઇ ખેનીએ જણાવ્યું હતું કે, દર વર્ષ કરતાં આ વર્ષે ગણપતિ ઉત્સવમાં બ્લડ કેમ્પના વધારે આયોજન થયા હતા. નાના-મોટા મંડળોના કુલ ૨૩ બ્લડ ડોનેશન કેમ્પ થયા હતા. ગણેશ વિસર્જન નિમિત્તે મોટાવરાછાના સિલ્વર મેગ્ઝીમાં એપાર્ટમેન્ટ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ઉત્સાહ દર્શાવી રક્તદાન કર્યું હતું. જેમાં ૧૫૩ બોટલ રક્ત એકત્ર થયું હતું. કુલ ૧૫૨૮ બોટલ રક્ત એકત્ર થયું હતું.

(4:58 pm IST)