Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

કપડવંજ તાલુકાના જેતપુરની પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી

કપડવંજ: તાલુકાના સાલોડના શંકરપુરામાં રહેતા ડાહ્યાભાઈ સોમાભાઈ ડાભીની દીકરી રેખાબેનના લગ્ન ત્રણેક વર્ષ પહેલાં કઠલાલ તાલુકાના જેતપુરા (શંકરપુરા)માં રહેતા જગદીશભાઈ ભીખાભાઈ બારૈયા સાથે થયા હતા. લગ્નની શરૂઆતમાં દંપતીનું લગ્ન જીવન સુખરૂપ ચાલ્યું હતું. પરંતુ છેલ્લા થોડા સમયથી રેખાબેનની સાસુ ઘરકામ આવડતું નથી જેવા બહાના કાઢી અવાર-નવાર ઝઘડા કરતા હતા તેમજ મેણાં ટોણાં મારીને શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા.આ અંગે રેખાબેન ડાહ્યાભાઈ ડાભીની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે જગદીશભાઈ ભીખાભાઈ બારૈયા, મંગુબેન ભીખાભાઈ તેમજ ભીખાભાઈ ભુદરભાઈ બારૈયા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(4:57 pm IST)