Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ખેડા તાલુકામાં ગણેશ વિસર્જનની શોભયાત્રા દરમ્યાન થયેલ ઝઘડામાં 14 ઈસમો ઈજાગ્રસ્ત

ખેડા:તાલુકાના ઘરોડામાં ગણપતિ વિસર્જનની શોભાયાત્રામાં રાણા અને ઠાકોર વચ્ચે ઝઘડો થયો હતો. બનાવ અંગે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ૧૪ ઈસમો સામે રાયોટીંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ તા.૨૩ સપ્ટે.ર૦૧૮ના રોજ ગણપતિ વિસર્જનની ઠેર-ઠેર શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા દરમિયાન ઘરોડામાં કનુભાઈ ઉદેસિંહ સોલંકી તથા રાણા પરિવારજનો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાને લઈ કનુભાઈ ઉદેસિંહના સંબંધીઓ અમરસીંગ શંકરભાઈ, ગોતાજી જીલાજી તેમજ અન્ય ઈસમો રાણા લોકોને ઘરે સમાધાન કરવા વાતચીત કરવા ગયા હતા. ત્યારે શોભાયાત્રામાં થયેલ ઝઘડાની અદાવત રાખી ભગવતસિંહ રાણાએ બાબુભાઈને ગાળો બોલી, લાકડીની ઝાપોટ મારી નીચે પાડી દીધા હતા.રાણા જ્ઞાતિના ઈસમોએ જવાનસિંહને લાકડીની ઝાપોટ તેમજ કનુભાઈ સોલંકીને જમણાં ખભા પાછળ બરડામાં લોખંડની પાઈપ મારી બળવંતસિંહ રાણાએ ઈજા કરી હતી. જ્યારે ગોવિંદસિંહ રાણાએ ડાબા હાથ પર તલવાર મારી તથા સોમીબેન લ-મણભાઈ તથા સોહમીબેન દિલીપભાઈને લાકડીથી માર મારી ઈજા કરી હતી. 
આ બનાવ અંગે કનુભાઈ ઉદેસીંગ સોલંકીની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ભગવતસિંહ રાણા, બળવંતસિંહ નારાયણસિંહ રાણા, અરવિંદસિંહ રણજીતસિંહ રાણા, દિલીપસિંહ ગોવિંદભાઈ, ગોવિંદસિંહ છત્રસિંહ તથા રાજેન્દ્રસિંહ છત્રસિંહ રાણા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે ગોવિંદભાઈ છત્રસિંહ રાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઠાકોર ઈસમોએ ગણપતિના વરઘોડામાં થયેલ ઝઘડાની અદાવત રાખી ગેરકાયદે મંડળી રચી રાણા ઈસમો ઉપર ગાળો બોલી હુમલો કર્યો હતો. જેમાં સુનિલભાઈ ઠાકોરે રાજેન્દ્રસિંહને માથામાં લોખંડની પાઈપ તથા લાકડીની ઝાપોટ મારી ગંભીર ઈજા કરી તથા અરવિંદસિંહને ધારિયું મારી ઈજા તથા ભગવાનસિંહને લાકડી મારી ફ્રેક્ચર કર્યું હતું. ગોવિંદભાઈ છત્રસિંહ રાણાની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે સુનિલ બાબુભાઈ ઠાકોર, શના લ-મણભાઈ ઠાકોર, બાલુ જવાનભાઈ, કનુ ઉદેસિંહ ઠાકોર ભઈજી નાથાભાઈ, નાગર શંકરભાઈ તેમજ સંજય બાબુભાઈ ઠાકોર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:57 pm IST)