Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ રો-કબડ્ડી લીગમાં ધમાકેદાર પર્ફોમન્સ કરશે

અમદાવાદ તા. ર૬: ગઇ સિઝનની ફાયનાલિસ્ટ ટીમ ફરી એક વાર ફિરસે ગર્જેગા ગુજરાતના નારા સાથે નવી ઉર્જા લઇને લડત આપવા સજજ બની છે જાયન્ટસ દ્વારા નવા અને ઉર્જાવાન ખેલાડીઓ લઇને ટીમની રચના કરવામાં આવી છે. ગુજરાત ફોર્ચ્યુંન પ્રો-કબડ્ડી લીગની નવી સિઝન-૬ રોમાંચક મેચ સિરીઝ વડે લોકોને રોમાંચિત કરવા અને મનોરંજીત કરવા સજજ બની છે.

તા.૭ ઓકટોબરથી શરૂ થતી  પી.કે.એલ-૬ લોકોના હૃદય અને માનસમાં સ્થાન જમાવવા સજજ બની છે. રાઇટ કવર સુનિલકુમારની આગેવાની હેઠળ તા.૯ ઓકટોબરના રોજ ચેન્નાઇ ખાતે દિલ્હી દબંગ સામેની ઝૂંબેશ શરૂ કરશે જીએફજીની હોમ લેગ તા.૧૬ થી ર૩ નવેમ્બર દરમ્યાન રમાશે જેમાં ૬ મેચ રમવામાં આવશે. જીએફજીના કોચ મનપ્રીત સિંઘ જણાવે છે કે અમે યુવાન અને પીઢ ખેલાડીઓની સમતોલ ટીમ બનાવી છે.

(3:51 pm IST)