Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

એ.આઇ. કેમેરા-સેન્ટ્રીક સ્માર્ટફોનની નવી રેન્જ લોન્ચ

 અમદાવાદ તા.૨૬: ટ્રાન્ઝિયન ઇન્ડિયાની પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેકનોએ તહેવારોની ચમકમાં વધારો કરતાં પોતાના લોકપ્રિય કેમોન પોર્ટફોલિયો હેઠળ મેક ઇન ઇન્ડિયા સ્માર્ટફોનની નવી રેન્જ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

ટેકનોએ પોતાના ડીએનએ પ્રમાણે સુપરલેટિવ કેમેરા કેન્દ્રિત સ્માર્ટફોનને નવિન વિશેષતાઓ સાથે નવા સ્માર્ટફોન iAlR2+, કેમોન i2 અને કેમોન i2x લોન્ચ કર્યા છે. જેની કિંમત અનુક્રમે રૂ. ૮૯૯૯, રૂ. ૧૦,૪૯૯ અને રૂ. ૧૨,૪૯૯ છે. બ્રાન્ડના 'એકસપેકેટ મોર'ના ખ્યાલ સાથે આગળ વધતાં ટેકનોએ આ લોન્ચ સાથે ફરીથી સ્માર્ટફોન કેમેરાને પુનઃ વ્યાખ્યાયિત કર્યા છે. અને મીડ-રેન્જ સેગમેન્ટમાં બેસ્ટ-ઇન-કલાસ વિશેષતાઓ રજુ કરી છે. જે ભારતમાં અગ્રણી કેમેરા-સેન્ટ્રીક સ્માર્ટફોન કંપની તરીકે કંપનીની સ્થિતિને વધુ મજબુત કરે છે. નવા લોન્ચ થયેલા સ્માર્ટફોન્સ ૨૬મી સપ્ટેમ્બરથી ૩૫૦૦૦થી વધુ ઓફલાઇન રિટેઇલ સ્ટોર્સ ઉપર વેચાણ માટે ઉપલબ્ધ બનશે. બ્રાન્ડે પોતાના લોકપ્રિય કેમોન પોર્ટફોલિયો સાથે આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય માર્કેટમાં ઝંપલાવ્યું હતું.

(3:50 pm IST)