Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

અમદાવાદમાં સુપર મોટર ડ્રાઇવ દ્વારા ડ્રીમ જોય રાઇડ યોજાઇ

 અમદાવાદ, તા.૨૬: ભારતની અગ્રણી યુવા એનજીઓ યુવા અનસ્ટોપેબલ અને ગુજરાત સ્થિત એનજીઓ તારા ફાઉન્ડેશનની મદદથી અદાણી શાંતિગ્રામની બેલવેડેર ગોલ્ફ કલબમાં સુપર મીટર ડ્રાઇવ ૨૦૧૮ની છઠ્ઠછ આવૃતિ ડ્રીમ જોય રાઇડ યોજાઇ હતી. સંયુકત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ વિશ્વ મુક-બધિર દિનની ઉજવણીનીઆ એક રીત હતી. આ વર્ષે સુપર મોટર ડ્રાઇવ પાછળનો હેતુ બહેરા અને મુંગા સમુદાય તરફ જાગરૂકતા ફેલાવવાનો હતો કારણ કે તેઓ પણ સામાન્ય જીવન જીવવા માટે હકદાર છે.

આ ઇવેન્ટ દરમિયાન ગરીબ અને દિવ્યાંગ બાળકોને અલગ સુપરકાર્સ અને સુપર બાઇકસમાં સવારી કરવાના તેમના સપનાને જીવવાની તક મળી સુપર મોટર ડ્રાઇવના સ્થાપક શ્રી આયુષ અગ્રવાલએ જણાવ્યું હતું કે દેશના દરેક ભાગોમાં સુપર મોટર ડ્રાઇવનો ખ્યાલ ફેલાવવાનું તેમનું સ્વપ્ન છે. જેથી આવા સક્રિય લોકો દ્વારા વધુને વધુ બાળકોને ફાયદો થાય જયાં અમે અલ્પજીવી અને એ જ સમાજનો વિશેષાધિકૃત ભાગ વચ્ચે એક પુલ બનાવતા હોય છે.

(3:50 pm IST)