Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ડીએચએલ એકસપ્રેસે ભારતમાં ૨૦૧૯નું કિંમત સમાયોજન જાહેર કર્યુ

અમદાવાદ તા.૨૬: ડીએચએલ એકસપ્રેસે ૧ જાન્યુઆરી ૨૦૧૯ થી અમલ સાથે તેનો વાર્ષિક કિંમત વધારો જાહેર કર્યો છે. ૨૦૧૮ની તુલનામાં ભારતમાં સરેરાશ શિપમેન્ટ કિંમત ૬.૯ ટકા રહેશે.

ડીએચએલ એકસપ્રેસે સર્વોચ્ચ અપેક્ષાઓને પહોંચી વળવા અને વૈશ્વિક સ્તરે ગ્રાહકોને વધુ બહેતર સેવાઓ પુરી પાડવા માટે તેના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં નોંધનીય રોકાણ કર્યુ છે. એમ ડીએચએલ એકસપ્રેસ ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર આર.એેસ. સુબ્રમણિયને જણાવ્યું હતું. વાર્ષિક કિંમત સમાયોજનથી ડીએચએલનું ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ મજબુત બનાવશે જેથી નાવિન્યપુર્ણ ટેકનોલોજીઓ અને વ્યકિતગત ડિલીવરી પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને કક્ષામાં ઉત્તમ ગ્રાહકો નિવારણોની ખાતરી રહેશે. ડીએચએલ એકસપ્રેસ મોંઘવારી, કરન્સીની વધઘટ અને અન્ય વધતા ખર્ચ જેમ કે સેવા આપે તે ૨૨૦થી વધુ દેશો અને પ્રદેશોમાં પ્રત્યેકમાં બહેતર સલામતી નિયમન સાથે અભિમુખ બનવા સંબંધી ખર્ચને ધ્યાનમાં રાખીને તેની કિંમતો વાર્ષિક સમાયોજિત કરે છે.

(3:49 pm IST)