Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ઇમામી પેપર મિલ્સ લિ. ભરૂચમાં ગ્રીનફિલ્ડ બહુસ્તરીય પેકેજિંગ બોર્ડ માટે બે કરોડનું રોકાણ કરશે

 અમદાવાદ, તા.૨૬: ઇમામી ગ્રુપની કંપનીઓની પેપર અને પેકેજિંગ કંપની ઇમામી પેપર મિલ્સ લિ.(EPML)એ તેના નવા ઉત્પાદન એકમ સ્થાપવાની જાહેરાત કરીને ગુજરાતમાં તેની હાજરી વિસ્તારી છે. ભરૂચમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇમામી પેપરના ગ્રીનફિલ્ડ બહુસીરીય પેકેજિંગ બોર્ડ પ્રોજેકટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેકટ રાજયમાં કંપનીનું સૌપ્રથમ પ્રયાસ છે. ગુજરાતના ભરૂચ જિલ્લામાં સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં અંદાજે ૧૦૩ એકર વિસ્તારમાં ફેલાયેલું EPMLનું  આગામી બહુસ્તરીય કોટેડ પેકેજીંગ બોર્ડ એકમ પ્રથમ તબકકામાં અંદાજે રૂ.૧૦૦૦ કરોડના રોકાણથી સ્થપાશે. જેની કુલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૨.૨૫ લાખ ટન (ટીપીએ)છે અને ૧૮ મેગાવોટ કેપ્ટિવ પાવર પ્લાનની સ્થાપના કરવામાં આવશે. પ્રોજેટરના બીજા તબકકામાં કંપની નવા મશીનીના ઇન્ટસ્ટોલેશન મારફત વધારાના રોકાણ સાથે તેની ઉત્પાદન ક્ષમતા બમણી કરશે. એકળના શિલાન્યાસ પ્રસંગે વાત કરતા ઇમામી ગ્રુપના પેપર, ન્યુઝ પ્રીન્ટની  સૌથી મોટી ઉત્પાદક છે. અને ૩.૩૫ લાખ ટીપીએની કુલ ઉત્પાદન ક્ષમતા સાથે ભારતમાં બહુસ્તરીય પેકેજિંગ બોર્ડના અગ્રણી ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે. આ પ્રોજેકટ ઇમામી પેપર મિલ્સને ભારતમાં સૌથી મોટો પેકેજિંગ બોર્ડ ઉત્પાદકોમાંના એક તરીકો સ્થાપિત કરવામાં  મહત્વની ભૂમિકા ભજવશે.

(3:49 pm IST)