Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

અમદાવાદમાં 27 લાખનું કાશ્મીરી ચરસ ઝડપાયું : ગોમતીપુરના ઘરમાં દરોડો :મુસ્તાકની ધરપકડ

શમશેર બાગ વિસ્તારના એક ઘરમાં દરોડો કરીને 1,800 ગ્રામ ચરસ પકડી પાડ્યું

અમદાવાદ:અમદાવાદમાંથી કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપાયો છે ઝોન-5ના સ્કવોડે ગોમતીપુર શમશેર બાગ વિસ્તારના એક ઘરમાં દરોડો પાડી 27 લાખની કિંમતનું 1 કિલો 800 ગ્રામ ચરસ પકડી પાડ્યું હતુ.

 પોલીસને બાતમી મળી હતી કે, ગોમતીપુરનો શખ્સ આસપાસના વિસ્તારમાં ચરસનું છુટક વેચાણ કરી રહ્યો છે. જેના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવીને કાર્યવાહી કરવામાં આવી હતી. ડીસીપી ઝોન-5ના સ્કવોડે ગોમતીપુર શમશેરબાગ વિસ્તારમાં મુસ્તાક ઉર્ફ મંજુ નામના શખ્સના ઘરે મોડી સાંજે સર્ચ કર્યું હતુ

   સર્ચ દરમિયાન ઘરના પેટી પલંગમાંથી ચરસનો 1 કિલો 8૦૦ ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મુસ્તાકની ધરપકડ કરી ચરસ કબજે કર્યું હતુ.

  પોલીસનું કહેવું છે કે, ચરસ પ્યોર છે એટલે કે કાશ્મીરી ચરસ છે. મુસ્તાક આ ચરસને દસ ગ્રામના બે હજાર રૂપિયાના ભાવે બાપુનગર, રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં છૂટક વેચતો હતો

(1:57 pm IST)