Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

મોડીરાત્રે ભરૂચના અમોદમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

ભરૂચના અમોદમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી.મોડી રાત્રે આગ લાગ્યાની જાણ થતા અમોદ અને જંબુસર તથા ઔદ્યોગિક એકમોના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો

  .આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે.

(1:43 pm IST)