Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમમ્સ :વાહન ચાલકો લાઈટ ચાલુ રાખવા મજબુર ; 10 ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ

સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સવારના સમયે ધુમ્મસ છવાઈ જતા વાહન ચાલકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ધુમ્મસ એટલુ ઘટ્ટ છે કે 10 ફૂટ સુધી દૂર જોવુ પણ મુશ્કેલ બન્યુ છે.સવારના સમયે પણ વાહન ચાલકો લાઈટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહન ચલાવવા મજબૂર થવુ પડ્યુ હતું .

(1:42 pm IST)