Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ખેડૂતના આપઘાત મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને સામને ; કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપનો રદિયો: ઉકેલ ક્યારે ?

અમદાવાદ :તાજેતરમાં કૉંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાણાનીના મત વિસ્તારમાં એક ખેડૂત ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી.ત્યારે કૉંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા હતા. વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે સરકારની ખેડૂત પ્રત્યેની નીતિના કારણે રાજ્યમાં એક પછી એક ખેડૂત પોતાનું જીવન ટૂંકાવી રહ્યાં છે.

  બીજીતરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જણાવ્યું હતું કે સરકાર હંમેશા ખેડૂતના હિતમાં વિચારે છે. કૉંગ્રેસ પક્ષ ખેડૂતના મોત પર રાજકારણ રમીને લોકોને ભડકવાનો પ્રયાસ કરે છે. સરકાર મૃતક ખેડૂતના પડખે છે.અને તેના પરિવારને પણ સાંત્વના આપશે. કૉંગ્રેસ પક્ષે આ પરિવારની મદદ કરવી જોઇએ ના કે ખેડૂતના મોત પર રાજકારણ રમવું જોઇએ.

  આમ બંને રાજકીય પક્ષો નિવેદનબાજી કરી પરંતુ આ સમસ્યાનો ઉકેલ અંગે નક્કર વાતો કે પગલાંનો અભાવ હોવાનું જાણકારો માની રહ્યાં છે

 

 

(1:01 pm IST)