Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

પતિ પાસે સેકસની માગણી કરતી તો તે ખાલી ફ્રેન્ડની જેમ વર્તન કરે છે : પત્નીની પોલીસ ફરિયાદ

બેંગ્લોરમાં રહેતા પતિ સામે થલતેજમાં રહેતી યુવતીની ફરિયાદ : 'મારો પતિ તેના મિત્રની પત્ની હોય તેમ વર્તે છે' પત્નીની FIR પત્ની તરીકે સુખ - અધિકાર માંગતા પતિ માર મારતો હતો!

અમદાવાદ તા. ૨૬ : 'મારો પતિ તેના મિત્રની પત્ની હોય તેમ વર્તતો હતો. પત્ની તરીકેના સુખ અને અધિકારી માંગતાં જ પતિ માર મારતો હતો. તો, સાસરિયા તરફથી દહેજની માગણી કરવામાં આવતી હતી.' થલતેજમાં રહેતી ૩૧ વર્ષની યુવતીએ બેંગલોરમાં રહેતા અને મુળ છત્ત્।ીસગઢના યુવક સામે વ સ્ત્રાપુર પોલીસમાં ઘરેલુ હિંસા અંગે ફરિયાદ નોંધાવી ચોંકાવનારાં આક્ષેપ કર્યાં છે.

થલતેજમાં પિતૃગૃહે રહેતી નિશિતા (નામ બદલ્યાં છે)ના લગ્ન ડીસેમ્બર-૨૦૧૭માં છત્તીસગઢમાં રહેતા પ્રિયંક સાથે થયા હતા. મનાલીમાં હનિમૂન પછી માર્ચ-૨૦૧૮માં પતિ બેંગલોરમાં નોકરી કરવા જતા રહ્યા હતા. નિશિતા તેના મામાને ત્યાં રોકાઈ હતી અને પતિને લઈ જવા માટે કહેણ મોકલ્યું હતું. પણ, સાસરિયાએ 'મારા ઘર પ્રમાણે દહેજ લાવી નથી' તેમ કહ્યું હતું. વધુ કરિયાવર માગવામાં આવતાં નિશિતા અમદાવાદ ખાતે તેના પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી.

પિતાએ ૫૧૦૦૦નો ચેક વટાવવા કહી બાકીની રકમ સગવડતાએ આપીશું તેવી વાત કરી પુત્રીને બેંગલોરમાં તેના પિતા પાસે મોકલી હતી. મે થી જુલાઈ ૨૦૧૮ સુધી નિશિતા તેના પતિ પ્રિયંક સાથે બેંગલોરમાં રહી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, આ સમયગાળા દરમિયાન પતિએ પત્નિ તરીકેનું સુખ આપ્યું નહોતું. તેમની વર્તણૂંક પણ એક પુરૂષ તરીકેની ન હોય તેવું લાગતું હતું. બેંગલોરમાં પતિના મિત્રો ઘરે આવતા હતા. એક મિત્રની પત્નિ હોય તેવું વર્તન પતિ કરતો હતો. નિશિતા પત્ની તરીકેના સુખ અને અધિકાર માંગતી ત્યારે પતિ પ્રિયંક ઉશ્કેરાઈને મારકુટ કરતો હતો.

આ બાબતે સાસુ-સસરાને વાત કરતાં તેઓ પણ પ્રિયંકનો પક્ષ જ લેતા હતા. સાસરિયાઓ નિશિતામાં ખામી હોય તેવું વર્તન કરી ત્રાસ આપતા હતા. આખરે, તા. ૧૪ જુલાઈએ નિશિતા તેના માતા-પિતાને ત્યાં રહેવા આવી ગઈ હતી. ૭ ઓગષ્ટે સાસુ-સસરા અને સંબંધી અમદાવાદમાં સમજુતી કરવા આવ્યા હતા. પણ, નિશિતાને તેડી જવાના બદલે કરિયાવરની માગણી કરવા આવ્યા હોય તેમ જણાતું હતું.

ફરિયાદમાં જણાવાયું છે કે, પિતાએ દિકરી નિશિતાના લગ્નમાં વેવાઈ પક્ષની માગણી મુજબ પાંચેક લાખ રૂપિયા કટકે કટકે આપ્યા હતા. આ ઉપરાંત ૨૧ ચાંદીના બાઉલ, ૫૦ ચાંદીના સિક્કા, ફર્નિચર સહિતની વસ્તુઓ  સ્ત્રીધન તરીકે આપી હતી. આ વસ્તુઓ પરત નહીં આપી વિશ્વાસઘાત કરાયાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાવાઈ છે.(૨૧.૩)

(9:54 am IST)